વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરમાં ન. ચ. ગાંધી મહિલા કોલેજ ખાતે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની તાલીમ યોજાઇ હતી.
આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જણાવાયું હતું. આ ઉપરાંત વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી. મતદાનના દિવસે તમામ દરજ્જાના અધિકારીઓની ફરજ અંગે જણાવ્યું હતું.
આ ઉપરાંત તાલીમમાં ઈ.વી.એમ મશીન તેમજ VVPAT નું નિદર્શન રાખવામાં આવ્યું હતું.
જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે તાલીમ વર્ગ ખાતે ઉપસ્થિત રહી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી ખુબજ હકારાત્મક અભિગમ સાથે તમામ ને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તાલીમનું આયોજન જિલ્લા નોડલ અધિકારી (તાલીમ )શ્રી તપન વ્યાસ દ્વારા ઈલેક્શન કમિશનની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું.
Recent Comments