ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ આનુસગીક કામગીરી અંગે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ઠ તમામ ૭ (સાત) મતદાર વિભાગની મતગણતરી મધ્યસ્થ મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેર કોલેજ, ભાવનગર ખાતે નક્કી કરવામાં આવેલ છે મતદાનની તા .૦૧/૧૨/૨૦૨૨ તથા મતગણતરીની તા .૦૮/૧૨/૨૦૨૨ નક્કી થયેલ છે.
મતદાનની તારીખે મતદાન પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભાવારના EVM મશીનો મધ્યસ્થ કાઉન્ટીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂપ ખાતે મૂકવાનાં થાય છે. જેથી તે પુર્વે ચુંટણી અધિકારીશ્રીની માર્ગદર્શન તળે અને ભારતના ચુંટણી પંચની સુચના મુજબ સ્ટ્રોંગરૂમ તૈયાર કરવાના થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મતગણતરીની તા. ૦૮/૧૨/૨૦૨૨ પુર્વે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવાના થાય છે. તેમજ આનુસંગીક કાર્યવાહી જેવી કે લાઇટ માઇક, સીસીટીવી, મીડિયા, પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા અને સલામતી વિગેરે જેવી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી,
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એસ. એન. કટારા સહિત પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધીકારીશ્રીઓ ઉપસ્થિત સહ્યા હતા.
Recent Comments