ભાવનગર

ભાવનગરમાં વૃદ્ધના ઘરમાં ઘૂસીને શખ્સે છરી બતાવી માંગણી કરતા ના પાડતા જાનથી મારી નાંખવાની ધમકી આપી

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં ઘૂસી એક શખ્સે છરી બતાવી રૂપિયા ૫૦ હજારની માંગ કરી હતી. જેમાં ફરીયાદી એ પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપતા વૃદ્ધે ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના દેસાઈનગર પેટ્રોલપંપ સામે વિદ્યાવિહાર સ્કુલની બાજુમાં રહેતા અને પેટ્રોલપંપ સામે લારીમા ફળફળાદિનું વેચાણ કરી પેટીયું રળતા ૬૦ વર્ષીય ઘનશ્યામભાઈ તુલસીદાસ હરિયાણી એ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મેપાનગરમા રહેતો દશરથ બારૈયા નામનો શખ્સ ફરિયાદીના ઘરે આવી કહેલું કે, ‘તમે શેરબજારમાં ઘણાં રૂપિયા કમાણા છો એટલે મને ૫૦ હજાર રૂપિયા આપો’ આથી ફરિયાદી એ જણાવેલ કે, ‘હું કોઈ રૂપિયા કમાણો નથી અને મારી પાસે પૈસા નથી’ આથી દશરથે તેની પાસે રહેલી છરી વડે હુમલો કરવાનો પ્રયત્ન કરતા ફરિયાદીના પત્ની પુત્ર વચ્ચે પડતા દેકારો થતાં આડોશ-પડોશના લોકો દોડી આવતા શખ્સ જતો રહ્યો હતો. આ દરમ્યાન આ આરોપી ફરી તેના ઘરે આવી પૈસાની માંગ કરી જાે રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળપર પહોંચી આરોપીને ઝડપી આગળતની તપાસ હાથ ધરી છે.

Related Posts