fbpx
ભાવનગર

ભાવનગરમાં શક્તિ આરાધના ધર્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

દેવી આરાધક સેવક સમૂદાય આયોજિત આ કાર્યક્રમ ભાવનગર શહેરના ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. ધર્મ,આધ્યાત્મ, સાહિત્ય અને સંસ્કૃતિ ભારતની પુરાતન પરંપરાને ટકાવવાનું કાર્ય કરે છે. ભાવનગરના જાણીતા જ્યોતિષ શૈલેષદાદા પંડિતે ૪૧ દિવસનો હોમાત્મક યજ્ઞ-અનુષ્ઠાન વિશ્વ શાંતિ અને સમાજ કલ્યાણ માટે કર્યો છે.

તત્ત્વ અને સત્ત્વની સિવાય આટલાં બધાં લોકો અને સંતો એકઠાં થવા એ શુદ્ધ ઇચ્છાથી કરેલું કાર્ય હોય તો જ થતું હોય છે અને ઈશ્વરના આશીર્વાદ હોય તો જ સંમ્પન્ન થતું હોય છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આપણે તો માત્ર નિમિત્ત છીએ. ઈશ્વરે નિર્ધારિત કરેલ કાર્ય આપણે કરીએ છીએ. અધર્મ, અનીતિ જીવનમાં ન આવે તેવાં આશીર્વાદ ઈશ્વર તરફથી આપણને સૌને મળે અને શૈલેષદાદાના યજ્ઞનું ફળ ભાવનગર અને વિશ્વને મળે તેવી મંગલ કામના તેમણે કરી હતી. ભાવનગરમાં ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિ આરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts