ભાવનગરમાં શહેરના અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થાની ધરપકડ કરવામાં આવી
ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ વરતેજ અને ઘોઘા રોડ પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા કરી વિદેશી દારૂ અને બિયરના ટીન કબજે કર્યા હતા જ્યારે પાંચ શખ્સની ધરપકડ કરી હતી. આ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ વરતેજ પોલીસ સ્ટાફ અગાઉ નોંધાયેલ વિદેશી દારૂના ગુનાની તપાસ માટે દરબારગઢમાં રહેતા આરોપી રાજદીપસિંહ બળભદ્રસિંહ ગોહિલના ઘરે તપાસ કરતા મજકુર શખ્સ તેના ઘરે હાજર મળી આવ્યો હતો. વરતેજ પોલીસે તેના ઘરમાં તપાસ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૫૨, કિં. રૂ.૩૦,૦૩૬ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ તેમજ એક મોબાઇલ કબજે કરી પકડાયેલા આરોપી રાજદિપસિંહ ગોહિલ તેમજ દારૂનો જથ્થો મંગાવી આપનાર કૃષ્ણદેવસિંહ ગોહિલ રહે. વરતેજ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં વરતેજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નારી ચોકડી પાસેથી જયવંતસિંહ જીલુભા ડોડીયા ને વિદેશી દારૂની એક બોટલ, કિં. રૂ.૭૮૦ સાથે ઝડપી લીધો હતો. ત્રીજા દરોડામાં વરતેજ પોલીસે નારી ચોકડી થી સિદસર તરફ જવાના રોડ પર આવેલ રોયલ હોટલ નજીક રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા ભીખુભા જાડેજા ને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ દારૂની બોટલ આપનાર રાજદીપસિંહ બળભદ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.ચોથા દરોડામાં ભાવનગરના ઘોઘારોડ, મોટા શીતળા માતાજીના મંદિર સામે આવેલ ગોકુળનગરમાં રહેતા વિશાલ પોપટભાઈ વાળાને ઘોઘા રોડ પોલીસે શિવાજી સર્કલ પાસેથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પાંચમા દરોડામાં એલસીબી પોલીસ તરસમિયા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી
તે દરમિયાન ખારસીના નાળા પાસે પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલા વિક્રમ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારૈયા ની પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા થેલીમાંથી બિયરના ટીન નંગ-૩૫, કિ. રૂ.૪૬૮૦ મળી આવતા તેની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર જીગર વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે છઠ્ઠા દરોડામાં એલસીબી પોલીસે શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં આવેલ હીનાબેન જગદીશભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડી મકાનની અંદર રાખેલ વિદેશી દારૂના ચપટા નંગ-૧૦, કિં. રૂ.૧૭૦૦ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ મહિલા વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ દેવીપુજકવાસમાં રહેતા સામંત સવજીભાઈ ચારોલીયાના ઝૂંપડામાં દરોડો પાડી ભરતનગર પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૦૦, કિં. રૂ.૧૫,૦૦૦ ,દેશી દારૂ તેમજ પ્લાસ્ટિકના ટીપણા નંગ-૦૩ મળી કુલ રૂ.૧૬,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments