ભાવનગરમાં શાળાકીય ચેસ અન્ડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાઇ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમતગમત અધિકારી ભાવનગર દ્વારા સંચાલીત (SGFI) શાળાકીય ચેસ અન્ડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગર પાલિકાકક્ષા સ્પર્ધા – ૨૦૨૪-૨૫” નું તા.૦૬/૮/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ ના રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ) સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભાવનગર શહેરની વિવિધ શાળાઓના ૩૦૦ થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આવનાર સમયમાં આ સ્પર્ધામાથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. જેમાં વયજુથ- અન્ડર ૧૪ ભાઈઓ પ્રથમ નંબર અદ્રિત કરણ, વયજુથ- અન્ડર ૧૭ ભાઈઓ પ્રથમ નંબર રાઠોડ મૈત્ર , અન્ડર ૧૯ ભાઈઓ વયજૂથ પ્રથમ નંબર પવાર વેદાંત તેમજ વયજુથ- અન્ડર ૧૪ બહેનો પ્રથમ કામદાર ટવીશા, વયજુથ- અન્ડર ૧૭ બહેનો પ્રથમ કાપડિયા હર્ષવી , વયજુથ- અન્ડર ૧૯ બહેનો પ્રથમ સરવૈયા પ્રીતિ વિજેતા થયા છે.
Recent Comments