fbpx
ભાવનગર

ભાવનગરમાં શાળાકીય જુડો અન્ડર ૧૪,૧૭,૧૯ ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષા (ગ્રામ્ય) સ્પર્ધા માં ૨૦૦ રમતવીરોએ ભાગ લીધો

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (SGFI) શાળાકીય જુડો જિલ્લા કક્ષા (ગ્રામ્ય) અન્ડર 14,17,19 ભાઈઓ-બહેનો ભાવનગર ગ્રામ્ય સ્પર્ધા- 2024-25″નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે તા. ૦૬/૦૮/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ નાં રોજ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ભાવનગર ગ્રામ્યની વિવિધ શાળાઓના 200 થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

જેમાં (વયજુથ- અન્ડર 14) ભાઈઓ પ્રથમ નંબર વજન ગ્રુપ 25 કિ.ગ્રા સુધી બારૈયા વૈભવ, 25થી 30 કિ.ગ્રા, જાની માધવ, 30 થી 35 કિ.ગ્રા જેઠવા અમિત, 35 થી 40 કિ.ગ્રા પરમાર અમિત, 40 થી 45 કી.ગ્રા જાની પ્રિયાંશ, 45 થી 50 કિ.ગ્રા ગોટી વેદ, 50+ કિગ્રા રાઠોડ પાર્થ, (વયજુથ-અન્ડર 17) ભાઈઓ પ્રથમ નંબર પર વજન ગ્રુપ 40 કિ.ગ્રા સુધી. ધાધલ્યા હર્ષ, 40 થી 45 કિ.ગ્રા. બાંભણીયા રાજેશ , 45 થી 50 કિ.ગ્રા ઢાપા યુવરાજ, 50 થી 55 કિ.ગ્રા પંડયા ધવલ, 55 થી 60 કિ.ગ્રા જાળેલા વૈદિક, 60 થી 66 કિ.ગ્રા લાધવા ધ્રુપાલ, 66 થી 73 કિ.ગ્રા ચુડાસમા હાર્દિક, 73 થી 81 કિ.ગ્રા સુધીમાં કુકડિયા અનિરુદ્ધ +90 સુધીમાં દેસાઈ ઉદય, તેમજ (વયજૂથ-અન્ડર 14) બહેનો પ્રથમ નંબર 23 કિ.ગ્રા સુધી બારિયા નમ્રતા, 23 થી 27 કિ.ગ્રા મકવાણા અક્ષિતા, 27 થી 32 કિ.ગ્રા પંડ્યા મનસ્વી, 32 થી ૩૬ કિ.ગ્રા બારૈયા અંજલી, 36 થી 40 કિ.ગ્રા બારૈયા ભૂમિ, 40 થી 44 કિ.ગ્રા રમણા મનસ્વી, (વયજૂથ-અન્ડર 17) બહેનો 36 કિ.ગ્રા સુધી પરમાર પ્રતિજ્ઞા, 36 થી 40 કિ.ગ્રા મકવાણા માનસી, 40 થી 44 કિ.ગ્રા બારૈયા કલ્પના, 44 થી 48 કિ.ગ્રા રમણા જાનકી, 48 થી 52 કિ.ગ્રા ગોહેલ બંસી 52 થી 57 કિ.ગ્રા ધાંધલ્યા દેવાંશી, 57 થી 63 કિ.ગ્રા ચૌહાણ ઈશિતા, 63 થી 70 કિ.ગ્રા બારિયા દીપિકા, +70 કિ.ગ્રા જાની મિત્તલ (વયજૂથ-અન્ડર 19) બહેનો પ્રથમ, 36 કિ.ગ્રા. સુધી ગોહિલ આસ્થા, 36 થી 40 કિ.ગ્રા ચૌહાણ રીતિકા, 40 થી 44 કિ.ગ્રા રાઠોડ ઈશિતા, 44 થી 48 કિ.ગ્રા દોરીલા રીના, 48 થી 52 કિ.ગ્રા બારૈયા
ક્રિષ્ના, 52 થી 57 કિ.ગ્રા પંડ્યા વિશ્વા, 57 થી 63 કિ.ગ્રા મકવાણા નમ્રતા, 63 થી 70 કિ.ગ્રા ધાંધલ્યા ઋષિતા, +70 કિ.ગ્રા બારૈયા પૂજા વિજેતા થયા છે.

Follow Me:

Related Posts