ભાવનગરમાં પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. ભાવનગરમાં શિવાજી સર્કલ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રાજ્ય કક્ષાના શિક્ષણમણત્રી વિભાવરી દવેની હાજરી કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત આનંદનગર અને આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી.
ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં ૬ રસીકરણ કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૮ હજાર લોકોને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.
Recent Comments