ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની તા. ૨૧ મે ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે
ગુજરાત સમરસ છાત્રાલય ગાંધીનગરની સમરસ કુમાર છાત્રાલય-ભાવનગરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તા. ૨૧/૫/૨૩ ના રોજ પેડક ગ્રાઉન્ડ, એમ. કે. યુનિવર્સિટી ખાતે સવારે ૬ થી ૧૦ કલાકે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમરસ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ ચાર ટીમો બનાવીને ભાગ લેશે. ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિમાં વિજેતા ટીમને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલ ટ્રોફી એનાયત કરવામાં આવશે. પેડક ગ્રાઉન્ડ ખાતે મેચ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ સમાજ કલ્યાણ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
Recent Comments