ભાવનગરમાં 10 મી ઓગસ્ટ અને 2013 થી સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જ્યાં સિંહનું વિચરણ છે ત્યાં સાસણનું વાઈલ્ડ લાઈફ ડિવિઝન સિંહદિવસની ઉજવણી સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસ્થાઓના સહકારથી સરસ રીતે કરી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓમાં સિંહ દિવસની ઉજવણી માટેની ચીજ વસ્તુઓ પહોંચતી કરવામાં આવી છે.
જિલ્લાના સિંહદિવસના કાર્યકર્તાઓ ગામડાં ગામડાં સુધી સિંહની જાગૃતિ વધે અને આ પ્રાણી વધુ સુરક્ષિત થાય તે માટે પ્રયત્નશીલ છે. જિલ્લાની શાળાઓમાં આ કાયૅક્મ સુપેરે યોજાય તે માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ સવારનો સમય રાખે તે માટે સુચના આપવામાં આવી છે. સિંહ દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ જોડાવાના છે, એટલું જ નહીં પ્રધાનમંત્રી પણ દિલ્હીથી આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
Recent Comments