ભાવનગરમાં સૌપ્રથમવાર એન્ડોસ્કોપીની મદદથી ૨૦ સે.મી જેટલી ગાંઠ દૂર કરી થઇ સફળ સારવાર
ભાવનગરમાં સૌપ્રથમવાર બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલમાં સેવામાં આપતા પેટ રોગ તજજ્ઞ (ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ) ડૉ.ભાવેશ ભુત દ્વારા એન્ડોસ્કોપીની મદદથી કોઈપણ પ્રકારના ટાંકા કે વાઢકાપ કે હોસ્પિટલ રોકાણ વિના સ્વાદુપિંડની ૨૦ ષ્ઠદ્બની ગાંઠની સારવાર કરવામાં આવી હતી. ૩૪ વર્ષના પુરૂષમાં સ્વાદુપિંડના સોજાને કારણે મોટી ગાંઠ (રસી) બની જતા દર્દી ને પેટનો દુખાવો/ઉલટી ચાલુ થતાં અમારી પાસે આવેલું અને અહીં ડો.ભાવેશ ભુતે દર્દીને કંસલ્ટ કરતા જાણ પડી કે દર્દીને સ્વાદુપિંડમાં સોજાના કારણે ૨૦ ષ્ઠદ્બ મોટી (ફૂટબોલ જેટલી મોટી) રસીની ગાંઠ બનેલી છે.
જેને ટીમે અહીં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલમાં દૂરબીન દ્વારા (એન્ડોસ્કોપી) એન્ડોસ્કોપિક સિસ્ટોગેસ્ટ્રોસ્ટોમી કરી કે જેમાં એન્ડોસ્કોપીની મદદ થી સ્વાદુપિંડની ગાંઠ અને હોજરી (જઠર) વચ્ચે સ્ટેન્ટ મુક્યો જેના વડે ગાંઠમાં રહેલો કચરો અને રસી જઠરની અંદર નીકળી મળમાર્ગ માંથી મળમાં નીકળી જાય અને સ્વાદુપિંડનો પાચક રસનો સ્ત્રાવ યોગ્ય રીતે થવા લાગ્યો અને દર્દી ૪ કલાક પછી મોઢાથી ખોરાક લેવાનું ચાલુ કર્યું હતું, એન્ડોસ્કોપી પ્રોસિઝર ખુબ સારું પરિણામ કોઈ પણ ઓપરેશન વગર લાવી શકાય છે.
Recent Comments