ભાવનગરમાં સૌપ્રથમવાર જીપીએસ એમ્બ્યુલન્સઃ કોરોના દર્દીઓનું લાઈવ મોનીટરીંગ કરશે
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની મહામારીએ ભરડો લીધો છે ત્યારે અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં ભાવનગર જીલ્લામાં ૧૦૮ અને સિવિલ હોસ્પિટલ નું ઉત્તમ સંકલન કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપ કોરોનાનાં દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની કતારો જાેવા નથી મળી રહી. ભાવનગર રાજ્યનો આ પહેલો જિલ્લો હશે કે જ્યાં આવનાર દર્દીઓને ય્ઁજી ના માધ્યમ થી કોઈ મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થા ઉભી કરવામાં સફળતા મળી છે.
૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દરેક કોરોના દર્દીઓનું ય્ઁજી થકી લાઈવ મોનીટરીંગ કરી, આવનાર દર્દીની માહિતી સર ટી હોસ્પિટલ ખાતે પહેલાં જ પહોચાડવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર ડૉક્ટર તેમજ ઓક્સિજન સહિત ની વ્યવસ્થા સાથે તૈયાર રહે છે જે થકી ૧૦૮ એમ્બ્યુલન્સ ગણતરી ની મિનિટો માંજ વ્યવસ્થા વાળા યોગ્ય વૉર્ડ અને ડોક્ટર સુધી ઝડપી અને સરળતાથી પહોંચી જાય છે અને ત્વરિત સારવાર શરૂ કરાવવામાં આવે છે. જે અંતર્ગત કોરોના ટ્રોમા વૉર્ડ માં ઓક્સિજન સાથેના સ્ટ્રેચર તેમજ સ્ટાફ તૈયાર રહે છે અને જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ ઓક્સિજન તેમજ કીટ સહિત કોરોના દર્દી ને ત્વરિત હોસ્પિટલ ખાતે પહોંચાડે છે.
દર્દીઓનું યોગ્ય લાઈન લિસ્ટિંગ હોસ્પિટલ ના ફરજ પર ના ડોક્ટરને આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં આવ્યા બાદ કોઈ સારવારની રાહ જાેવી પડી રહી નથી અને ૧૦૮ એમ્બ્યુલસોની કતાર પણ નજરે ચડતી નથી અને કોઈ પણ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચતા પેહલા કે હોસ્પિટલ સારવાર માં કોઈ મુશ્કેલી કે અડચણ નો સામનો કરવો પડતો નથી.
ડો.જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું, કોરોનાની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર અને તમામ ડોકટરો દિવસ રાત એક કરીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
હોસ્પિટલ એડમીનિસ્ટ્રેટરે જણાવ્યું, હોસ્પિટલ પર આવેલ તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેમજ લાંબા સમય સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ હોસ્પિટલ ની અંદર કતાર માં ના રહે તેવી સુઢળ વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું, જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ દર્દીઓને સેવા આપવા માટે તત્પર અને કટિબદ્ધ છે. અમે અમારા તરફથી કોઈ દરદીને તકલીફ ન પડે તેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.
Recent Comments