fbpx
ભાવનગર

ભાવનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તળાજા ખાતે કરાશે

ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગષ્ટ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૧૫ મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઇ. ટી. આઇ. ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે કલેક્ટરશ્રીએ તમામ વિભાગના
અધિકારીઓને સોંપાયેલી જવાબદારી જોવા, કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરી હતી.

૧૫મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લામાં આવનારા મહેમાનો, પોલીસ બંદોબસ્ત, આમંત્રણ કાર્ડ, મંડપ અને સ્ટેજની વ્યવસ્થા, સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી નાગરિકો ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી . એમ. સોલંકી, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રી બેન જરુ સહિત વિવિધ ઉચ્ચ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts