ભાવનગર

ભાવનગરમાં સ્વીફટ, એમ.ઓ.યુ અને ઔધોગિક સલાહકાર કમિટીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ

        જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે સ્વીફટ એમ.ઓ.યુ અને ઔધોગિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

        આ બેઠકમાં જિલ્લાના એસોસીએશનના ઔધોગિક વિકાસ સંદર્ભે પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઔધોગિક એસોસીએશનના આગેવાનોએ રજૂ કરેલા પ્રશ્નો સંદર્ભિત વિભાગોને આ અંગે કાર્યવાહી કરવા કરવા જણાવાયું હતું.    

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર સુશ્રી તન્વીબેન પટેલ, પીજીવીસીએલના અધિકારીઓ, લીડ બેન્ક ના મેનેજરશ્રી, ઔધોગિક એસોસીએશન, સોલ્ટ એસોસીએશન, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts