ભાવનગરમાં ૧૭.૫ કિમીની રથયાત્રા ૫ કલાકમાં પૂર્ણ કરાશે
ભાવનગરમાં આગામી સોમવારે નિકળનારી ૩૬મી રથયાત્રાને લઈ જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ આયોજન કરી રથયાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. છેલ્લા બે વર્ષથી વ્યાપક બનીને રહેલી કોરોનાની મહામારીને પગલે ભાવનગર શહેરમાં દેશની સૌથી મોટી ત્રીજા ક્રમની રથયાત્રા યોજાઈ શકી ન હતી. જાેકે સરકારે કેટલીક શરતોને આધિન આ વર્ષે રથયાત્રા યોજવા મંજૂરી આપી છે.
જેમાં શહેરની ૧૭.૫ કિલોમીટરની રથયાત્રા ૫ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યા સુધીમાં રથયાત્રા પૂર્ણ કરવાની રહેશે.
આજે રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં ચોક્કસ શરતો સાથે રથયાત્રા યોજવા મંજુરીની મ્હોંર મારતાં ભાવેણાના હજારો ભક્તો-શ્રધ્ધાળુઓએ સરકારની આ મંજૂરીને સહર્ષ વધાવી છે અને ભગવાનના દર્શન માટે અધિરા બન્યાં છે
આ અંગે વધુ માહિતી આપતાં ભાવનગર ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, શહેરના સુભાષનગર સ્થિત જગન્નાથજીના મંદિરે પ્રાતઃ વિધિ સંપન્ન થયા બાદ સવારે આઠ કલાકે રથને પ્રસ્થાન કરાવાશે અને ૧૭.૫૦ કિલોમીટરના એરિયામાં નગરચર્યા કર્યા બાદ બપોરે ૧૨ઃ૩૦થી એક વાગ્યાના સમય ગાળામાં રથ પુનઃ નિજ મંદિરમાં પરત ફરશે.
Recent Comments