ભાવનગરમાં ૪ મહિનાની બાળકીને કૂતરું ઉઠાવી જતાં મોત
રખડતા ઢોર ની સમસ્યા ઓછી હતી કે, ગુજરાતમાં રખડતા કુતરાની સમસ્યાનો પણ વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી કૂતરાઓ નાના બાળકોને ખેચી ગયાના અને ખરડવાથી નાના બાળકોના મોત તેમજ ગંભીર રીતે ઘાયલ થયાના સમાચારા સામે આવ્યા છે ત્યારે ભાવનગરના ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક ૪ માસની બાળકીને રખડતું કુતરું મોઢામાં લઈ ભાગ્યું હતું પરંતુ ઘરમાં હાજર મહિલાએ જાેઈ લેતે બાળકીને કુતરા પાસેથી મુકાવી બાઈક પર હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી નં. ૨માં રહેતા હિંમતભાઈ વાલજીભાઈ ભાલિયાનો પરિવાર રહે છે. પરિવારના સૌ કોઈ સભ્યો નિત્યક્રમ પ્રમાણે પોતપાતાના કામે ગયા હતા અને હિંમતભાઈની ૪ મહિનાની દિકરી કાવ્યા ઘોડિયામાં સુઈ રહી હતી.
જ્યારે ઘરમાં હિંમતભાઈના પત્નિ હાજર હતા જેઓ ઘરની પાછળ કપડા ધોઈ રહ્યાં હતા જ્યારે તેમના ભાભી ઘરે હતા અને શેરી સુધી બાળકોને સ્કુલ બસ સુધી મુકવા ગયા હતા. આ અરસામાં એક રખડતા કુતરાએ હિંમતભાઈના ઘરમાં આવી ૪ મહિનાની બાળકી કાવ્યાને માથાના ભાગેથી મોં વડે ઉપાડી જતો હતો ત્યાં તેમના ભાભીએ જાેઈ લેતા તેમણે બુમાબુમ કરી બાળકીને છોડાવી હતી. કુતરાના દાંત વાગવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી. આ અંગે પાડોશીઓને જાણ થતાં પાડોશમાં રહેતા લોકોએ તાત્કાલિક બાઈક પર બાળકી કાવ્યાને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને ૧૨.૦૫ કલાકના અરસામાં મૃત જાહેર કરી હતી. હિંમતભાઈને સંતાનમાં જેનીલ નામનો એક દિકરો છે. જે બાદ ગત તા. ૧૩/૦૩/૨૦૨૨ના રોજ તેમના ઘરે દિકરી કાવ્યાનો જન્મ થયો હતો.
Recent Comments