ભાવનગર

ભાવનગરમાં ૯ માર્ચથી શ્રીમદ ભાગવત કથાનું આયોજનનો પ્રારંભ થશે

ભાવનગર શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નો આગામી તારીખ ૯મી માર્ચથી પ્રારંભ થશે જેને લઇ તડા માર તૈયારીઓની થઈ રહી છે, આ કથાનું રસપાન ગિરિરાજ શાસ્ત્રી કરાવશે. રામ મહલ તપસ્વીના રામચંદ્રદાસજી મહારાજેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ મહલ તપસ્વીના વાડીમાં બિરાજીત વિગ્રઓનાં ૨૫માં રજત જ્યંતી મહોત્સવ, લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા તથા સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજીત શ્રીમદ્દ ભાગવત કથા રસામૃત મહોત્સવ આગામી તા.૯ માર્ચથી ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે.

શ્રીમદ્દ ભાગવત કથા રસામૃત મહોત્સવની પોથીયાત્રા તા.૯ને ગુરુવારના રોજ બપોરે ૨ કલાકે નીકળી કથા સ્થળે પહોંચશે, કથાના દરમ્યાન તા.૧૧ નૃસિંહ અવતાર, તા.૧૨ રામ જન્મ તથા કૃષ્ણ જન્મ, તા.૧૩ના રોજ ગોવર્ધન પૂજા તથા તા.૧૪ રુક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે,આ કથા તા. ૯ થી ૧૫ માર્ચ સુધી કથાનો સમય બપોરે ૩ કલાકથી રહેશે, અને તા.૧૫ માર્ચના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. કથા સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં તા.૧૦,૧૧ અને ૧૨ ના રોજ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. આ ભાવેણાની જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Posts