fbpx
ભાવનગર

ભાવનગર,રીજીયોનલ સાયન્સ સેન્ટરખાતે 29 ફેબ્રુઆરી એ ‘મિશન LIFE’ અભિયાન અંતર્ગત પર્યાવરણ નાસંરક્ષણ માટે, જાગૃતિ કાર્યક્રમ નું આયોજન

રીજીયોનલ સાયન્સ સેન્ટરભાવનગર, વિજ્ઞાન ને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ, ઉપરાંત વૈજ્ઞાનિક દિવસો ની ઉજવણી તથા આઉટરીચ કાર્યક્રમો ના આયોજનથી આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. લોકો માં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા તથા તેમને વિજ્ઞાન સાથે જોડવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે. ‘સાયન્સ કાર્નિવલ’ બાદ રીજીયોનલ સાયન્સ સેન્ટરભાવનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ માટે ‘મિશન લાઇફ’ અભિયાન અંતર્ગત એકકાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ (ગુજરાત સરકાર) ના સહયોગથી યોજવામાં આવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2022 માં ગ્લાસગો(UK)માં યોજાયેલ 26મી યુએન ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) માં ‘મિશન LIFE’ (પર્યાવરણ માટેની જીવનશૈલી)ની શરૂઆત કરવામાં આવી હતી. મિશન લાઇફનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને પર્યાવરણ ના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. 2022-28 ના સમયગાળામાં પર્યાવરણના સંરક્ષણ
માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે
આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.

મિશન લાઇફ’ અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા ટોક તથા વિદ્યાર્થીઓ ને વિવિધ હેન્ડ્સ-ઓન એક્ટીવીટી કરાવવામાં આવશે. આ કાર્યક્રમ ની એક વધુ ખાસ બાબત, આ કાર્યક્રમ લિપ ડે એટલે કે 29 ફેબ્રુઆરી એ યોજાયેલ છે. વધુ માહિતી માટે આપેલ નંબર – 9586100600 પર સંપર્ક કરવાનો રહેશે

Follow Me:

Related Posts