fbpx
અમરેલી

ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો

અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર,અમરેલીના સાવરકુંડલા પંથકના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. કમોસમી વરસાદને પગલે સાવરકુંડલાના ખડસલી ગામના ખેડૂતોનો ઉભો પાક બગડી ગયો હતો. કમોસમી વરસાદને લઇને ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોના વાડીપડામાં કાઢેલા ડુંગળીના પાથરા પાણીમાં તરબોળ થયા હતા. વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થઇ રહ્યું છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર ડુંગલ ઝાપોદર સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના ઘાંડલા નજીક આવેલા ચિખલિયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

બીજી તરફ ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ગામડાઓમાં ખેડૂતોની ચિંતા વધી હતી. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ૪૮ કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.

Follow Me:

Related Posts