fbpx
ભાવનગર

ભાવનગર અશોક કુમાર દ્રારા બોટાદ જિલ્લાની મુલાકાત અને ભાવનગર વિભાગની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી.

શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર નાએા દ્રારા આજરોજ તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ બોટાદ જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ અને ભાવનગર વિભાગ હેઠળના ભાવનગર, અમરેલી અને બોટાદ ત્રણેય જિલ્લામાં કોરોના કોવીદ-૧૯ ના કેસો તેમજ કોરોના સંક્રમણ અટકાવવા સારૂ લેવામાં આવતા નિવારાત્મક પગલાએા અને જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસથિતીની સમીક્ષા કરવા સારૂ મિટીંગ (ક્રાઈમ કોન્ફરન્સ)નું આયોજન પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર IPS નાએાની અઘ્યક્ષતમાં કરવમાં આવ્યુ.


આ સમીક્ષા મિટીંગમાં અઘ્યસ્થ સ્થાનેથી શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર, શ્રી નિર્લિપ્ત રાય IPS પોલીસ અધિક્ષકશ્રી અમરેલી, શ્રી જયપાલસિંહ રાઠૈાર IPS પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર અને શ્રી હર્ષદ મહેતા SPS પોલીસ અધિક્ષકશ્રી, બોટાદ નાએા હાજર રહ્યા હતા અને પોતાના જિલ્લામાં કોરોના વાયરસ કોવીદ-૧૯ ના કેસો અને તેના સંક્રમણને અટકાવવા સારૂ લેવામાં આવતા નિવારાત્મક પગલાએા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અંગે વિગતવારનું પ્રેઝન્ટેશન શ્રી અશોક કુમાર IPS સમક્ષ રજુ કરેલ.


શ્રી અશોક કુમાર IPS નાએા દ્રારા સૈા પ્રથમ ત્રણેય જિલ્લાના કોરોના વાયરસ કોવીદ-૧૯ ના કેસો અને સંક્રમણ અટકાવવા સારૂ લેવામાં આવેલ નિવારાત્મક પગલાએા અંગેનો ચિતાર મેળવવામાં આવ્યો અને જિલ્લાએામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવામાં આવતા નિવારાત્મક પગલાએા વધુ અસરકારક બની રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ.


સમીક્ષા મિટીંગને આગળ વધારતા ભાવનગર વિભાગ હેઠળના ત્રણેય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી અને મેજર ડિટેક્શન અંગે વિગતવારની માહિતી મેળવી માહિતગાર થયા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ કડકાઈપુર્વક કરવા માટેના અસરકારક પગલાએા તેમજ સરકારશ્રી દ્રારા બહાર પાડવામાં આવેલ નવા કાયદા, ઠરાવ, પરિપત્રો તેમજ અન્ય જોગવાઈએા અંગે વિસ્તારથી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને કોરોનાના સમયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ એાછી સંક્રમીત થાય તે માટે જરૂરી તકેદારી રાખવા સુચનાએા અને માર્ગદર્શન આપવામાં આવ્યુ

    
Follow Me:

Related Posts