ભાદરવી અમાસના મેળા નિમિત્તે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કોળીયાક માટે ૫૫ એક્સ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી છેઆગામી તા. ૨૬ અને ૨૭ ઓગસ્ટનાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક મુકામે નિષ્કલંક મહાદેવનાં મંદિરે દરિયા કિનારે પરંપરાગત લોકમેળો યોજાનાર છે ત્યારે ભાવનગર એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી અમાસનાં મેળાને ધ્યાને રાખીને આગામી તા. ૨૬/૦૮/૨૦૨૨ નાં રાત્રે ૯ વાગ્યા થી ૨૭/૮/૨૨ ને રાત્રે ૮ વાગ્યા દરમિયાન મુસાફરોને અવર-જવર માટે ૫૫ એક્સ્ટ્રા બસની ફાળવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર પંથકમાં કોળીયાક ખાતે ભાદરવી અમાસના મેળાનું ખૂબ જ મહત્વ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના તેમજ સમગ્ર ગુજરાતનાં ગામો ગામથી લોકો મેળો માણવા આવતા હોઈ છે ત્યારે મુસાફરોને અગવડતા પડે નહીં એથી ભાવનગર એસ. ટી. ડેપો થી કોળીયાક, ધોધા જકાતનાકા થી કોળીયાક અને આડી સડકથી કોળીયાક રુટ પર ૫૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. આ ખાસ સેવાનો ભાવનગરની જાહેર જનતા મહતમ લાભ લે તેવો અનુરોધ વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગ, ભાવનગર દ્વારા કરવામાં આવ્યો છે.
Recent Comments