ભાવનગર કોવિડ વેકસીનેશન માટે હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ હોય તેવા ૫૦ થી ઓછી વયના ગંભીર રોગ ધરાવતા દર્દીઓ તથા સિનિયર સિટીઝનો સર્વેમાં નામ નોંધાવી શકશે
ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગચાળાને નિયંત્રણમા
લાવવા માટે ભાવનગર શહેરી વિસ્તારમા વસવાટ કરતા ૫૦ વર્ષ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝન તથા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પણ ગંભીર બીમારી ધરાવતા જેવા કે કેન્સર, હૃદયરોગ, થેલેસેમિયા, એનેમિયા, એચ.આઇ.વી., અંગ પ્રત્યારોપણ, માનસિક રોગ, બી.પી., ડાયાબિટીસ, શ્વાસની તકલીફ કે કિડનીની તકલીફ હોય તેવા લોકોને સરકારશ્રીની સુચના મુજબ કોવિડ વેક્સિનેશન માટે હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવેલ છે. આ સર્વે દરમિયાન કોઈપણ કારણોસર ૫૦ વર્ષ કે તેથી વધુ વયના સીનીયર સીટીઝન તથા ૫૦ વર્ષથી ઓછી ઉંમરના પણ ગંભીર બીમારી ધરાવતા લોકોનું સર્વેમાં નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ હોય તો આપના લગત વોર્ડ વિસ્તારના ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે તા.૧/૧/૨૦૨૧થી આપના નામની યાદી વિગતો નોંધાવી શકાશે. જેમા નામ નોંધાવવાનું બાકી રહી ગયેલ વ્યક્તિએ આધારકાર્ડ સિવાયનું કોઈપણ આઈડી પ્રુફ સાથે રાખી અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે જઈ નામ નોંધાવવાનું રહેશે. જેમા ચિત્રા, ફુલસર-નારી વોર્ડના લોકોને આખલોલ જકાતનાકા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, કુંભારવાડા વોર્ડના લોકોને ન્યુ કુંભારવાડા શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, વડવા-બ વોર્ડના લોકોને જુના કુંભારવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, કરચલીયા પરા વોર્ડના લોકોને કરચલીયા પરા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, કૃષ્ણનગર ઉત્તર રૂવા વોર્ડના લોકોને આનંદનગર શહેરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, પીરછલ્લા વોર્ડના લોકોને ભીલવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તખ્તેશ્વર વોર્ડના લોકોને વડવા વોશિંગ ઘાટ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, વડવા-અ વોર્ડના લોકોને વડવા-અ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, બોરતળાવ વોર્ડના લોકોને બોરતળાવ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, કાળીયાબીડ વોર્ડના લોકોને કાળીયાબીડ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે, સરદારનગર દક્ષિણ-અધેવાડા વોર્ડના લોકોને ભરતનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સરદારનગર ઉત્તર-તરસમયા વોર્ડના લોકોનેશિવાજી સર્કલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તથા ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડના લોકોને સુભાષનગરશહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી નામનોંધાવી શકાશે. તેમ મેડિકલ ઓફિસરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગરની દ્વારા જણાવાયુ છે.
Recent Comments