ભાવનગર ખાતે નિમાયેલાં પ્રજ્ઞાચક્ષુ એવાં પ્રોબેશનર આઇ.એ.એસ. જયંત માનકલેનું અભિવાદન કરતાં પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર જિલ્લામાં બે મહિના પહેલાં પ્રોબેશનર આઇ.એ.એસ. તરીકે નિમાયેલાં પ્રજ્ઞાચક્ષુ એવાં શ્રી જયંત માનકલેનું આજે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અભિવાદન કર્યું હતું.
મંત્રીશ્રીએ આ પ્રોબેરનર આઇ.એ.એસ.નું અભિવાદન કરતાં જણાવ્યું કે, આપણે સામાન્ય મુશ્કેલીમાં પણ હાર માની લઇએ છીએ તેવામાં શ્રી જયંત માનકલેએ તેમની આંખોની રોશની ન હોવાં છતાં પોતાના જ્ઞાન અને મહેનતને સથવારે દેશ સ્તરે યોજાતી પરીક્ષામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તેઓ દેશના ટોપ ૨૦૦ માં સ્થાન મેળવીને પાસ થયાં છે.
તેમણે જણાવ્યું કે, સામાન્ય બિમારી કે થોડી જ તકલીફમાં આપણે નાસીપાસ થઇ જઇએ છીએ તેવાં સમયે આ આઇ.એ.એસ. એ તેમના પરિશ્રમની પરાકાષ્ઠાથી સમાજને પણ દિશાદર્શન કરવાનું કાર્ય કર્યું છે.
કોરોનામાં આપણા ધૈર્યની પરીક્ષા લેવાઇ છે તેથી આપણને ખબર છે કે મુશ્કેલી કેવી રીતે તમને નાસીપાસ કરી શકે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ઇશ્વર એક ઇન્દ્રીય લઇ લે છે તો તેની બીજી ઇન્દ્રીય સતેજ થઇ જાય છે. પરંતુ તમને તેને ઓળખતાં આવડવી જોઇએ અને તે દિશામાં ઇશ્વર પર શ્રધ્ધા રાખી સાચી દિશાના પગલાં લઇએ તો ચોક્કસ સફળતા મળે જ છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
Recent Comments