ભાવનગર ખાતે નિર્માણ પામેલાં ‘અમૃત સરોવરો’ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે સજ્જ બન્યાં છે.સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે જિલ્લામાં નિર્માણ પામેલાં આ સરોવર કિનારે પણ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. તેને લઈને આ સરોવર ખાતે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ચાલુ વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂતળ ઉંચા આવે તેવા ઉદ્દેશ સાથે જિલ્લામાં બનાવવામાં આવેલાં અમૃત સરોવરો આ વર્ષે પડેલાં વરસાદને પગલે વરસાદી પાણીથી લહેરાઈ રહ્યાં છે.આ અમૃત સરોવરનો કિનારો વિશાળ જળ રાશિના સુંદર દ્રશ્ય સાથે કુદરતી અને શુદ્ધ હવા મેળવવાં અને પરમ શાંતિનો અનુભવ કરવાં માટેનું પણ એક આગવું અને અનોખું સ્થળ બની રહેશે.
Recent Comments