fbpx
ભાવનગર

ભાવનગર ખાતે મેરેથોન દોડમાં ભાગ લેવા તા. ૧૭ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

વાયબ્રન્ટ ગુજરાત સમીટને ૨૦ વર્ષ પૂર્ણ થતા ભાવનગર મહાનગરપાલિકા ધ્વારા પ્રિ-વાયબ્રન્ટ એકટીવીટી અંતર્ગત મેરેથોન દોડનું આયોજન તા.૨૪-૧૨-૨૦૨૩ના રોજ સવારે ૬-૦૦ કલાકે ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવેલ છે. આ મેરેથોન દોડમાં કોઈપણ વયજુથના નાગરિકો ભાગ લઈ શકશે. આ દોડનો રૂટ ૩ કિલો મીટર, ૭ કિલો મીટર અને ૨૦ કિલો મીટરનો રહેશે. જે પૈકી કોઈ એક રૂટ માટે ભાગ લઈ શકશે તથા દોડ પૂર્ણ કર્યેથી ભાવનગર
મહાનગરપાલિકા ધ્વારા ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ દોડમાં ભાગ લેવા માટે ઓનલાઈન-ઓફ લાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. ઓન લાઈન રજીસ્ટ્રેશન ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ bmcgujarat.com ઉપર થઈ શકશે તથા ઓફ લાઈન રજીસ્ટ્રેશન ભાવનગર મહાનગરપાલિકાની (૧) પૂર્વ ઝોનલ ઓફિસ, ૧૫૦ ફુટ રીંગ રોડ, તરસમીયાન, (૨) પશ્ચિમ ઝોનલ ઓફિસ,આખલોલ જકાતનાકા, (૩) મુખ્ય કચેરી ખાતે થઈ શકશે. ઓન લાઈન તથા ઓફ લાઈન રજીસ્ટ્રેશનની આખરી તા.૧૭-૧૨-૨૦૨૩ છે. જેની સર્વે નગરજનોને નોંધ લેવા તથા આ મેરેથોન દોડમાં બહોળા પ્રમાણમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે કે જનસંપર્ક અધિકારી, ભાવનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts