સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મ દિવસના અવસરે ‘ગરીબોના બેલી’ કાર્યક્રમ યોજાયો હતો તે અંતર્ગત જે બાળકોના કોરોનામાં માતા કે પિતા બેમાંથી એક અવસાન પામ્યાં હોય તેવાં જિ્લ્લાના ૩૦૧ બાળકોને બાલ સખા યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ રૂા. ૨,૦૦૦ ના લાભોનું મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ટોકનરૂપ વિતરણ કરવામાં આવ્યું હતું.
તે જ રીતે મહિલાઓને ચૂલાના ધૂમાડામાંથી મુક્તિ અપાવતી યોજના “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ૨.૦” હેઠળ ૬,૫૭૮ મહિલાઓને મળ્યું ગેસ કનેક્શન આપવામાં આવ્યું હતું.
તે જ રીતે જિલ્લામાં ૧૯,૮૬૧ કે.વાય.સી. ભરવામાં આવ્યાં છે તથા ૧૩,૨૯૨ સબસ્ક્રિપ્શન વાઉચર આપવામાં આવ્યાં છે.
Recent Comments