ભાવનગર

ભાવનગર ખાતે યોજાયેલ તિરંગા યાત્રાનાં રૂટ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું

સમગ્ર ભાવનગર આજે તિરંગાનાં રંગમાં રંગાયું છે, ત્યારે આ યાત્રા થકી નાગરિકો દેશભક્તિ તરફ પ્રેરિત થાય તે માટે ભાવનગરનાં એ.વી.સ્કુલ (ધનેશ મહેતા) ગ્રાઉન્ડ ખાતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનાં નેતૃત્વમાં તિરંગા યાત્રા પ્રારંભ થયો હતો.  આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા  ભાવેણા વાસીઓએ ત્રિરંગા યાત્રાનું ઘોઘા ગેઇટ ચોક, ખારગેઈટ ચોક, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક સ્થળોએ વિધ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts