દેવાંગી ભટ્ટની કૃતિઓનું મંચન, સ્વ. જયંત પાઠકના પુસ્તક ‘ને તમે છો’તથા પરેશ ભટ્ટના પુસ્તક અન્વેષણનું વિમોચન ભાવનગર,તા.૧૮ ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમાસિંહજી યુનિવર્સિટી અને ભાવનગર ગદ્યસભાના સંયુકત ઉપકમે સ્વ.જયંત પાઠક સ્મૃતિ-વંદના ‘સેતુ’નું આવતીકાલ તા.૧૯ને શુક્રવારે બપોરે ૩-૩૦ કલાકે મેઘાણી મિની ઓડીટોરીયમ ખાતે આયોજન થયું છે. ભાવનગર ગધસભાના વિરષ્ઠ સભ્ય સ્વ.જયંત પાઠકની સ્મૃતિરુપે આયોજીત આ સેતુ કાર્યક્રમમાં પ્રાદ્યાપક ડો. મહેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં સ્વ.જયંત પાઠકનું પુસ્તક ‘ને, તમે છો'(સંપાદક ઃ- પ્રવીણ સરવૈયા)નું તથા સી.એ. પરેશ ભટ્ટનું પુસ્તક ‘અન્વેષણ’નું લોકાર્પણ તથા સ્વ. જયંત પાઠકની તેમજ અતિથિ વિશેષ સુશ્રી દેવાંગી ભટ્ટની કૃતિઓનું મંચન અને વાચિકમ યોજાશે. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યમાં વાર્ધક્ય વિષે સુશ્રી દેવાંગી ભટ્ટ વકત્વય આપશે. આ પ્રસંગે જાણીતા કલાકાર કમલ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. બપોરે ૩-૩૦ થી ૬-૦૦ આયોજીત આ સાહિત્યમય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવનગર ગદ્યસભા અને ભાષા સાહિત્યભવન દ્વારા ભાવકોને આમંત્રણ અપાયુ છે.
ભાવનગર ગદ્યસભાના અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ. ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે સ્મૃતિ વંદના-સેતુ કાર્યક્રમ

Recent Comments