તાજેતરમાં તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ અનેરી પાર્ટી પ્લોટ, ભાવનગર ખાતે એક ઍવૉર્ડ સન્માન સમારંભ યોજાઈ ગયો. ભાવનગરની ROTARY CLUB OF BHAVNAGAR ROUND TOWN દ્વારા ભાવનગર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ઉમદા બાળ ઘડતરનું કામ કરનારા એવા ૧૦ શિક્ષકોની પસંદગી ‘NATION BUILDER AWARD’ (રાષ્ટ્ર નિર્માતા એવોર્ડ) માટે કરવામાં આવી. શિક્ષણ દ્વારા બાળકોના ઘડતર સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા બદલ આ ઍવૉર્ડ આપવામાં આવે છે. આ તકે ગદ્યસભાના ચાર શિક્ષકો શ્રી અજય ઓઝા (એમ.એસ.બી. શાળા નંબર – ૬૯), પ્રવીણ સરવૈયા (ફરિયાદકા પ્રાથમિક શાળા- વરતેજ), દિવાકર ઉપાધ્યાય (ધનેશ મહેતા હાઈસ્કૂલ – ભાવનગર) અને વિપુલ કોરડિયા (રાણાધાર પ્રાથમિક શાળા-મોરચંદ)ની આ ઍવૉર્ડ માટે પસંદગી થઈ હતી. આ ચારે શિક્ષકો ગદ્યસભા સાથે જોડાઈને ગદ્ય સર્જન કરે છે. અને પોતાની શાળાઓમાં ઉત્તમ શિક્ષણકાર્ય કરી રહ્યા છે. રોટરી ઍવૉર્ડ પ્રાપ્ત કરવા બદલ આ ચારે શિક્ષકોને ડૉ. ગંભીરસિંહ ગોહિલ, માય ડિયર જયુ, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, નટવર વ્યાસ તેમજ સમગ્ર ગદ્યસભાએ અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે ઉક્ત શિક્ષકમિત્રોએ રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડ ટાઉનના પ્રેસિડેન્ટ સોનલ ઠક્કર, સેક્રેટરી હિરલ ઓઝા, એ.જી.સર અને સર્વે રોટરિયન ભાઈઓ બહેનોનો આભાર માન્યો હતો.
ભાવનગર ગદ્યસભાના એક સાથે ચાર શિક્ષક મિત્રો – (લેખકો ) રોટરી ઍવૉર્ડથી સન્માનિત થયા

Recent Comments