fbpx
ભાવનગર

ભાવનગર ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શિશુવિહાર પ્રાંગણમાં કનુભાઈ શાહની સ્મુતિ માં ૪૧૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો

ભાવનગર ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શિશુવિહાર પ્રાંગણમાં શ્રી કનુભાઈ શાહ ની સ્મુતિ માં ૪૧૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી સુધાબેન શાહ ના સૌજન્ય થી યોજાયેલ માં ૯૨ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૧૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વશ્રી રસિકલાલ છગનલાલ દેસાઈની સ્મુતિ તેમના પુત્ર શ્રી રાજેશભાઈના સહયોગથી યોજાએલ.

આ બંને શિબિરોના ૯૨ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૨૬ દર્દી તથા તેમના ૧૯ સગા-સબંધીઓ ને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણ માં ગુરુ વંદના કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં શ્રી મીનાબેન મકવાણા તેમજ દિવ્યજીવન ના સ્વયં સેવક શ્રી નવીનભાઈ પટ્ટણી શ્રી યોગેન્દ્રભાઈ શાહ તથા જી.ઈ.બી ના નિવૃત્ત કર્મચારી શ્રી જીતુભાઈ પંડ્યા એ સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી.

Follow Me:

Related Posts