ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કોળિયાકના મેળાને લઇને વિવિધ લોકોપયોગી સુવિધાઓ ઉભી કરવામાં આવી
દર વર્ષની પરંપરા મુજબ ભાદરવી અમાસના દિવસે કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પૂર્વ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કરવામાં આવતાં લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાની મહામારીના ૨ વર્ષ બાદ આ મેળામાં આવતાં શ્રધ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે એ માટે કોળી સેનાના અધ્યક્ષશ્રી દિવ્યેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ કોળી સેનાના ૧૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે.
દરિયાઇ પટ્ટી ઉપર ૧૦૦ કરતા વધુ કોળીસેનાના તરવૈયાઓ આ માટે તૈનાત રહેશે અને શ્રધ્ધાળુઓ માટે રાત્રીના સમયે મનોરંજન મળી રહે તે માટે લાઇટ ડેકોરેશન, એલ.સી.ડી. સ્ક્રીન તેમજ સાઉન્ડ સિસ્ટમ પણ મુકવામાં આવેલ છે. ભાદરવી અમાસના દિવસે સવારે ત્રણ ટન મહા પ્રસાદનું આયોજન પણ પૂર્વ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે.
Recent Comments