ભાવનગર

ભાવનગર ગ્રામ્યમાં જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ-ગરબા નું આયોજન

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર અને કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભાવનગર દ્વારા આયોજીત ભાવનગર (ગ્રામ્ય) જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા આગામી તા.૨૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે.જેમાં પ્રાચીન,અર્વાચીન ગરબા સ્પર્ધા તથા રાસ સ્પર્ધા યોજાશે.જેમાં ગ્રામ્યકક્ષાની સ્પર્ધા સ્થળ:- શ્રીસચ્ચિદાનંદ ગુરૂકુળ,સિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૦૫:૦૦ કલાકે યોજાશે.આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે,પ્રાચીન ગરબો,અર્વાચીન ગરબો,મિશ્ર રાસ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તો આ કાર્યક્રમમાં જાહેર જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.

Related Posts