ભાવનગર

ભાવનગર ગ્રામ્યમા મધ્યાહન ભોજન યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી

ભાવનગર ગ્રામ્ય તાલુકાનાં અકવાડા, નવા કોટડા, ગોકુળપરા, ગણેશગઢ, થળસર, વરતેજ કુમાર, માઢીયા, દેવળીયા, સુરકા અને વેળાવદર ગામોમાં આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની ભરતી કરવા સારૂ, ઓછામાં ઓછું ધોરણ-૧૦(દસ) તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૨૧/૦૬/૨૦૨૪ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિક ઉમેદવારને નિમણૂંક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભાવનગર ગ્રામ્ય ખાતેથી મેળવી લેવાનું રહેશે. તેમ મામલતદારશ્રી ભાવનગર ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts