યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં કલાકારો માટે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૫-૦૯-૨૦૨૨ના રોજ સ્કૂલ બેન્ડ, રાસ, ગરબા, કથ્થક, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, સમૂહગીત, લગ્નગીત, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા યોજાશે અને તા.૧૬-૦૯-૨૦૨૨ના રોજ લોકનૃત્ય, લોકગીત/ભજન, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓરગન, તબલા અને હાર્મોનિયમ (હળવું) સ્પર્ધા શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કલાકારશ્રીઓએ સ્પર્ધાનું સમયપત્રક કચેરીનાં બ્લોગ એડ્રેસ પરથી મેળવીને સ્પર્ધાનાં ૩૦ મિનિટ પહેલા સ્પર્ધા સ્થળે પહોચી જવાનું રહેશે. આ સ્પર્ધા અંગે તમામ માહિતી કચેરીના બ્લોગ એડ્રેસ:- dsosportsbvr.blogspot.com પરથી જાણી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
ભાવનગર ગ્રામ્ય જિલ્લાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર-૨૦૨૨નાં રોજ શિશુવિહાર સંસ્થા, ભાવનગર ખાતે યોજાશે

Recent Comments