fbpx
ભાવનગર

ભાવનગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોળિયાક ખાતે આશા સંમેલન યોજાયું

ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચના થી કોળિયાક  ખાતે આશા સંમેલન યોજાયું હતું.

જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાન ભાઇ લાખાણી તાલુકા હેલ્થ સુપર વાઈઝર, શ્રી મહમદભાઇ મંધ્રા, શ્રી અનિલભાઇ પંડીત, ડો. ફોરમબા ઝાલા, ભારતીબેન ત્રિવેદી, ડો.દીપલબેન દવે, મોનાલીબેન સી.એચ.ઓ કોળિયાક, દિપાલીબેન ટીપીઓ દ્વારા ઇ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ, મેલેરિયા રસીકરણ, કુટુંબ નિયોજન વિષે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સારી કામગીરી બદલ આશા બહેનોને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવાં શ્રી કિરણ ભાઇ જાની, શ્રી પૃથ્વીરાજસિંહ રાઠોડ, શ્રી અરવિંદ ભાઇ, શ્રી નિલેશભાઇ સોલંકી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલી હાથબ ના સ્ટાફ નો સહયોગ મળ્યો હતો

Follow Me:

Related Posts