fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક કૃષિ દ્વારા શેરડી ઉગાડી કંડારી નવી કેડી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં એક ખેડૂત છેલ્લાં આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારાશેરડી ઉગાડી તેમાથી ગોળ બનાવી તેવો દેશી ગોળ,કણી વાળો ગોળ વેચી મબલક આવક મેળવી રહ્યા છે. ટીમાણા ગામનાં ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી માહિતગાર થયા હતા. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.

વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે.ગાય આધારિત ખેતીમાં તેઓ ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત,બીજામૃત અને પંચામૃત બનાવીને છંટકાવ કરે છે,જેનાં કારણે ઉત્પાદન પણ સારું મળે છે. તેમણે જણાવ્યું હતું કે માનનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે.આ ઉપરાંત બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની સમસ્યાનું નિવારણ લાવે છે. આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ તેમનાં પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન થકી તેઓ પણ લાખેણી આવક મેળવતા થયા છે.

Follow Me:

Related Posts