fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં નિવૃત્ત રમતવીરોને પેન્શન મેળવવા માટેની અરજીઓ મંગાવાઇ

ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત્ત રમતવીરો રમત ગમત ક્ષેત્રે કારકિર્દી દરમ્યાન નોંધપાત્ર ફાળો આપનાર અને આર્થિક રીતે નિ:સહાય હોય તેવા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન આપવાની યોજના અમલમાં છે.  

આ યોજના અન્વયે અરજી કરનાર ભાવનગરનાં વતની હોય તેવા ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત્ત રમતવીરો પેન્શન મેળવવા અરજી કરી શકશે. પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ વ્યક્તિગત કે સાંધિક ટીમના ખેલાડી તરીકે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવેલો હોય તેવા ખેલાડીએ જ અરજી કરવાની છે. રાજ્યકક્ષા તરફથી રાષ્ટ્રીયકક્ષાએ મોકલેલ પ્રવેશપત્રમાં સભ્ય હોય તેવા રમતવીરને પેન્શન પાત્ર ગણવામાં આવશે.

સરકારશ્રીમાં ફરજ બજાવી નિવૃત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓશ્રી જો સરકારશ્રી દ્વારા અન્ય લાભો મેળવતા હોય તો એક વ્યક્તિને બે લાભ આપી શકાશે નહીં.

આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઈ મર્યાદા વગર નિવૃત્ત રમતવીરની પેન્શન માટે પસંદગી થયા બાદ માસિક રૂ. ૩૦૦૦ (ત્રણ હજાર) પેન્શન રૂપે ચૂકવવામાં આવશે. સરકારશ્રીનાં ફેરફાર સાથેનાં નીતિનિયમોને ધ્યાને રાખી છેલ્લી સુચાના મુજબ અરજી અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા નિવૃત્ત રમતવીરોએ જિલ્લા રમત ગમત અધિકારી, એસ-૧૮, બીજો માળ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બહુમાળી ભવન, ભાવનગર ખાતેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી, મેડલ અંગેનું પ્રમાણપાત્ર અને યોગ્ય આધાર પુરાવાઓ સાથે તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં કચેરી ખાતે સંપૂર્ણ વિગતો ભરી પ્રમાણપત્રો, બેન્ક પાસબૂકની નકલ સાથે રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આવેલ અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં તેમ જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.      

Follow Me:

Related Posts