ભાવનગર જિલ્લાનાં બે કેન્દ્રીય પ્રધાન પાઠવાયા અભિનંદન
ભાવનગર જિલ્લાનાં બે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી નિમુબેન બાંભણિયાને પાઠવાયા અભિનંદન ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ સાથે આવકાર ભાવનગર રવિવાર તા.૯-૬-૨૦૨૪ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં નવા પ્રધાન મંડળમાં સ્થાન પામનાર ભાવનગર જિલ્લાનાં બે પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી નિમુબેન બાંભણિયાને અભિનંદન પાઠવાયા છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આ બંને કેન્દ્રીય પ્રધાનને હરખ સાથે આવકાર અપાયો છે.
નવી લોકસભામાં ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો દ્વારા નવા પ્રધાન મંડળ અંતર્ગત વડાપ્રધાન તરીકે કુશળ નેતૃત્વ આપનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ સાથે અનુભવી ચહેરાઓને પ્રધાન મંડળમાં સમાવાયાં છે, જેમાં ભાવનગર જિલ્લાનાં બે પ્રધાન પ્રધાન શ્રી મનસુખભાઈ માંડવિયા અને શ્રી નિમુબેન બાંભણિયાને અભિનંદન પાઠવાયા છે.
ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ કેન્દ્રીય પ્રધાન રહેલાં અને હાલ પોરબંદર લોકસભાનાં સાંસદ બનેલાં શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા રાષ્ટ્રમાં આરોગ્ય તેમજ અન્ય વૈશ્વિક બાબતોમાં આપેલાં નિર્ણય નેતૃત્વનો ઉલ્લેખ કરીને તેમજ શ્રી નિમુબેન બાંભણિયા દ્વારા અગાઉ ભાવનગર મહાનગરપાલિકામાં અધ્યક્ષ તરીકે સફળ નેતૃત્વ પૂરું પાડયું હોવાનું જણાવેલ છે.
આમ, ભાવનગર જિલ્લાનાં જ અગ્રણીઓને કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મળતાં જિલ્લાનાં ભાજપ ઉપપ્રમુખો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી નાનુભાઈ ડાખરા, શ્રી રાજુભાઈ બાબરિયા, શ્રી ગાયત્રીબા સરવૈયા, શ્રી જ્યોત્સનાબેન ભટ્ટ, શ્રી નારુભાઈ ખમળ તથા શ્રી જગદીશભાઈ મકવાણા અને મહામંત્રીઓ શ્રી ચેતનસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર તથા શ્રી રાજેશભાઈ ફાળકી અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા હરખ સાથે આવકાર અપાયો છે, તેમ પ્રચાર સંયોજક શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
ReplyReply allForwardAdd reaction |
Recent Comments