ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓ ખાતે આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પનું આયોજન
મોટરિંગ પબ્લિકની સરળતા હેતુ ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓ ખાતે ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહનોનાં ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં પાલિતાણા ખાતે તા.૦૫-૧૦-૨૦૨૩ નાં રોજ, તળાજા ખાતે તા.૦૭-૧૦-૨૦૨૩ નાં રોજ અને મહુવા ખાતે તા.૧૧-૧૦-૨૦૨૩ નાં રોજ વાહન ફિટનેસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કેમ્પનો વધુમાં વધુ મોટરિંગ અર્થે ભાગ લેવા પ્રાદેશિક વાહન અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments