ભાવનગર જિલ્લાનાં સહકારી આગેવાનો સાથે સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લાનાં સહકારી આગેવાનો સાથે સહકાર, કુટીર ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલેમેન્ટ ચેન્જ રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) નાં અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ
આ બેઠકમાં મંત્રીશ્રી એ સહકારી આગેવાનો, મંડળીના પ્રમુખો તેમજ ખેડૂત આગેવાનો સાથે બેઠકમાં તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેનાં યોગ્ય નિરાકરણ લાવવા અંગે ખાત્રી આપી હતી
આ ઉપરાંત બેઠકમાં મંત્રીશ્રી એ નવા સહકારી ક્ષેત્રો, અને રોજગારીની તકો અંગે માહિતગાર કર્યા હતા. બેઠકમાં સાંસદશ્રી ભારતીબેન શિયાળ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, ભા. જ. પ. શહેર અધ્યક્ષશ્રી રાજીવભાઈ પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા. જ. પ. પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા, ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, મહુવા એ. પી. એમ. સી પ્રમુખશ્રી ધનશ્યામભાઈ પટેલ સહિતના સહકારી ક્ષેત્ર અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments