fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે.

આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાના પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામગૃહ ખાતે ૧૦ તારીખે, મહુવા તાલુકાના સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, જેસર તાલુકાનાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તારીખે, ઉમરાળા સરકારી આરામગૃહ ખાતે ૨૦ તારીખે, તળાજા તાલુકા સરકારી આરામગૃહ ખાતે ૨૩ તારીખે, વલ્લભીપુર સરકારી આરામગૃહ ખાતે ૨૭ તારીખે અને પાલીતાણા પથીકાશ્રમ ખાતે ૨૮ તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી વધુમાં વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ કેમ્પનો લાભ લેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts