ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં સ્વ સહાય જુથોની કૃષિ સખી માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ
ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. ગાંધીનગર અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સીટી – હાલોલ, મેનેજ સંસ્થા -હૈદરાબાદ અને એસ.પી.એન.એફ. એસોસિયેશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ ભાવનગર જિલ્લાના પાંચ તાલુકામા છ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં જેસરની જુનાપાદર ગામે, શિહોર ની સણોસરા, પાલીતાણા ની કસ્તુરબા ઉતારબુનિયાદી ડેમ, તળાજાની બે તાલીમ શિવશક્તિ પ્રાકૃતિક ફાર્મ ટીમાણા અને મહુવાની પંચવટી પ્રાકૃતિક ફાર્મ ગળથર ખાતે એમ પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમોની ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલીમ ના બીજા દિવસે જેસર તાલુકા ના જુનાપાદર ગામે આયોજિત તાલીમમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન ઝરૂ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોક પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાઇરેક્ટરશ્રી જે. એન. પરમાર, આત્મા અધિકારીશ્રી અજીતસિંહ ગોહિલ, યંગ પ્રોફેશનલ (તાલુકા લાઇવલીહુડ મેનેજર) એન.આર.એલ.એમ. શ્રી વિજયભાઈ ડી. યાદવ અને ક્લસ્ટર કો ઓર્ડીનેટર શ્રી હર્ષિતાબેન ગોટી એ ઉપસ્થિત રહીને બહેનોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહીતી આપી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન ઝરૂ એ જણાવ્યું હતું કે બહેનો વધુ રસ લઈને પ્રાકૃતિક ખેતીના કિચન ગાર્ડન થી માંડી પોતાના ખેતર પર પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક જણાવવામા આવ્યું હતું આ ઉપરાંત બહેનો નાના નાના ગૃહ ઉદ્યોગો કરી પોતાની પ્રોડક્ટનું જાતે માર્કેટિંગ કરી વેચાણ ઉભું કરવા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અશોક પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીમા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, વાપસા, મિશ્રપાક પદ્ધતિની વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત શ્રી જે. એન. પરમાર પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા રાસાયણિક ખેતીની ઘાતક અસરો અને પ્રાકૃતિક ખેતીના ફાયદા ની વિશેષ સમજ આપી હતી.
આ સ્વસહાય જૂથોની ટ્રેનિંગ દ્રારા સખીમંડળના બહેનો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની જાણકારી મળશે આ સાથે મૂલ્યવર્ધન, પેકેઝીગ અને માર્કેટિંગ વિશે પણ વિસ્તૃત માહિતી મળશે. જે બહેનોને આત્મ નિર્ભર બનાવવા તરફ પ્રેરણાદાયક સાબિત થશે.
Recent Comments