ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા ગામમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’, ‘સ્વચ્છતા અને જળ જીવન મિશન’ અંતર્ગત ગ્રામસભા યોજવામાં આવી
ભાવનગર જિલ્લાના મોટા ખુંટવડા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ સ્વચ્છતા અને જળ જીવન મિશન અંતરગત ગ્રામસભા યોજવામાં આવી હતી.
ગામમાં સ્વચ્છતા સંદેશનો સંદેશો ફેલાવવા માટે તેમજ મહિલાઓની ગ્રામસભામાં ભાગીદારી વધે તે અંગેની જાગૃતિ લાવવા માટે રેલી યોજવામાં આવી હતી.
ત્યારબાદ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં s.b.m ,મનરેગા pmay nrlm યોજનાની માહિતી આપવામાં આવી હતી.
આ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની રુબરુ મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નમ્રતાબેન દવે તેમજ રિમ્પલબેન મકવાણા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments