ભાવનગર

ભાવનગર જિલ્લાના શિક્ષકોએ શિક્ષણમાં નવાચાર સાથે યોજેલ કૃતિઓનું આંબલા લોકશાળા ખાતે પ્રદર્શન યોજાયું.

વર્ગખંડની રોજબરોજની શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ માટે શિક્ષકોએ કરેલી મથામણ એટલે કે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ.ભાવનગર જિલ્લાના શિક્ષકોએ નવાચાર સાથે કરેલ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું ત્રણ દિવસ માટેનું આયોજન આંબલામાં શ્રી  ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા સંસ્થા ખાતે કરવામાં આવેલ છે. જીસીઈઆરટી ગાંધીનગર  પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત શિક્ષકોએ કરેલ શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ માટેના નવાચાર પ્રદર્શન આયોજન થયું છે

જેને જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં સારો આવકાર મળી રહ્યો છે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦, ભાષા,સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ,અંગ્રેજી, ટેકનોલોજી, લોકભાગીદારી, નિપુણ ભારત, મૂલ્ય શિક્ષણ, પ્રાર્થના સંમેલન, સંસ્કૃત, સહિત વિશેષ પ્રવૃત્તિઓ સાથેના 35 જેટલા સ્ટોલ દ્વારા ઇનોવેટિવ શિક્ષકોએ યોજેલા  પ્રોજેક્ટ અહીં રજૂ થયા છે.

જેમાં ભાવનગર જિલ્લાના 99 ક્લસ્ટરના 450 ગામોની શાળાઓના શિક્ષકોએ તેમજ તમામ  બી.આર.સી કો – ઓર્ડીનેટર અને સી.આર.સી. કો – ઓર્ડીનેટર આ ઇનોવેશન ફેસ્ટિવલની મુલાકાત લઈ અને પ્રેરણા મેળવી હતી. અહી લોકભારતી સણોસરાના ડી.એલ.એડ. ના તાલીમાર્થીઓએ તેમજ શિક્ષણ પ્રેમીઓએ પણ આ શિક્ષકોના ઇનોવેશનને વધાવ્યું હતું.રજૂ થયેલ 35 કૃતિઓમાંથી પસંદગી પાત્ર  ૩ પ્રાથમિક કક્ષા અને ૨ માધ્યમિક  કક્ષાની કૃતિ ઝોન કક્ષાએ  પ્રતિનિધિત્વ કરશે. તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેન ભટ્ટ તેમજ ડી. આઈ.સી. કો-ઓડીનેટર હેમાંગ વાઘેલાએ આ ફેસ્ટિવલનું સંકલન કર્યું હતું.

Follow Me:

Related Posts