ભાવનગર જિલ્લાની વ્યવસાયી રંગભૂમિની નાટ્યમંડળીઓને પ્રોત્સાહન અંગે અરજી કરી શકાશે
ગુજરાતનાં ગામેગામ ફરીને નાટકો કરતી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત હોય તેવી ખાડાની નાટ્યમંડળીઓ તરીકે ઓળખાતી નાટ્યમંડળીઓને જ પ્રોત્સાહન સહાય આપવા અંગેની યોજના અંતર્ગત સહાય આપવાની યોજના અમલમાં છે.
નાટ્યમંડળીઓએ ભવાઇ વેશ, નશાબંધી, કુટુંબ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ, બેટી બચાઓ બેટી પઢાવો, દહેજ પ્રથા નાબૂદી, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ જેવા વિષયો પર તેમજ વિશિષ્ટ તહેવારો, રાષ્ટ્રીય નેતાના જન્મદિન જેવા વિશિષ્ટ પ્રસંગોએ યોજેલ નાટકો રજૂ કરતી ઇચ્છુક ભાવનગર જિલ્લાની નાટ્યમંડળીઓએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજ સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતેથી અથવા કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી વિના મૂલ્યે ફોર્મ મેળવી નિયમોનુસાર ભરીને તા.૧૬/૦૧/૨૦૨૩ સુધીમાં ભરીને કચેરી ખાતે પહોંચતી કરવાની રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી. ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments