ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે.
જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાની ૧૦૦-તળાજા વિધાનસભા બેઠકનાં અલંગ, મેથાળા, સરતાનપર, ઝાંઝમેર, દેવળીયા, જાલવદર, જુના રાજપરા સહિતનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Recent Comments