ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાયો
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા. 30/9/24 ના સવારે પાંચ કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. 30 ના સવારે પાંચ કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.
શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.સવારે છ વાગ્યાની સ્થિતિએ 20 ગેટ 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી.
Recent Comments