ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાશે
ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટરશ્રી- ભાવનગર ગ્રામ્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી- ઘોઘા તથા પોલીસ અઘિક્ષકશ્રી – મહુવા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૦૨/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમમંત્રીશ્રીને રજુ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
Recent Comments