fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા. ૮ જાન્યુઆરી થી ખેલ મહાકુંભ ૨.૦ નો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં આવનાર દિવસોમાં ખેલ મહાકુંભ ૨.૦નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ અંગે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નાયબ કમિશ્નર(એડમીન) શ્રીમતી એમ.આર.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ખેલ મહાકુંભ ૨.૦ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ થનાર છે યોજવામાં આવનાર છે ત્યારે ખેલ મહાકુંભ ૨.૦ના શાળા કક્ષાના સુચારુ આયોજન દ્વારા વધુ ખેલાડીઓ પ્રોત્સાહિત થઈ સહભાગી થાય તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી તથા યથાયોગ્ય સૂચનો પણ જે તે વિભાગના અધિકારીઓને આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૨,૪૩,૮૩૬ અને શહેરમાં ૧,૨૦,૪૦૬ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં તા. ૦૮-૦૧-૨૦૨૪ અને તા. ૦૯-૦૧-૨૦૨૪ના રોજ શાળા/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ ત્યારબાદ તાલુકા કક્ષાની સ્પર્ધા તા. ૧૦-૦૧-૨૦૨૪થી તા. ૧૯-૦૧-૨૦૨૪ અને મહાનગરપાલિકા/જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૦-૦૧-૨૦૨૪થી તા. ૧૩-૦૨-૨૦૨૪ સુધી કાર્યક્રમ યોજાનાર છે.

Follow Me:

Related Posts