fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત વર્કશોપ યોજાયો

.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત મહુવા-૨૧ કલીનીકો, તળાજા-૯ કલીનીકો અને ગારીયાધાર-૩ કલીનીકોના રજીસ્ટર્ડ ડોકટરોનો વર્કશોપ તા.૨૮/૦૨/૨૦૨૩ ના ૧૩-૦૦ કલાકે હનુમંત હોસ્પીટલ, મહુવા ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા અપ્રોપ્રીએટ ઓથોરીટીશ્રી ડો.ચંદ્રમણી કુમારના માર્ગદર્શન તળે આયોજન હાથ ધરાયું હતું.

        જેમાં જીલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચંદ્રમણી કુમાર, જીલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો.કે.એમ.સોલંકી, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડો.સુનીલ પટેલ, અધિક્ષકશ્રી જનરલ હોસ્પીટલ મહુવાના ડો.કલ્પનાબેન ચૈાહાણ, આર.એમ.શ્રી જનરલ હોસ્પીટલ ડો.કે.આર.સોલંકી, IMA મહુવાના પ્રમુખશ્રી ડો.જયેશ શેઠ, હનુમંત હોસ્પીટલના ડાયરેકટશ્રી કે.ડી.પારેખ, એડમીન મયુરભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.

        આ વર્કશોપમાં ડો.ચંદ્રમણી કુમાર – DAA & CDHOશ્રી ભાવનગર ધ્વારા પ્રાસંગિક પ્રવચન આપેલ, ડો.કે.એમ.સોલંકી-RCHOશ્રીએ સમાજમાં ધટતી જતી દિકરીઓની સંખ્યા અંગે સેકસ રેશીયો અને કલીનીક ના સેકસ રેશીયા અંગે પીપીટી ધ્વારા સમજ આપેલ. ડો.સુનીલ પટેલ-EMOશ્રી ધ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ અંતર્ગત કાયદાની અમલવારી અંગે વિસ્તૃત સમજ પ્રેઝન્ટેશન ધ્વારા આપવામાં આવેલ. ડો.જયેશ શેઠ –IMA પ્રમુખ મહુવાના વ્યકતવ્ય આપેલ તેમજ હનુમંત હોસ્પીટલ મહુવા શ્રી કે.ડી.પારેખ ધ્વારા જરૂરી સુચન કરેલ તેમજ DPA PC&PNDT –ધારીણીબેન ત્રિવેદી ધ્વારા લીંગ પરીક્ષણ ન કરવા અંગે ઉપસ્થિત તમામને શપથ લેવડાવવામાં આવેલ.

        પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.ના આ વર્કશોપમાં એપ્રોપ્રીએટ ઓથોરીટીશ્રી, સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટીશ્રીઓ, પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. અંતર્ગત રજીસ્ટર્ડ મહુવા, તળાજા અને ગારીયાધારના ગાયનેકોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, કાર્ડીયોલોજીસ્ટ તેમજ ટ્રસ્ટીશ્રી/ મેનેજરશ્રીઓ મળી આશરે ૫૫ વ્યકિતઓએ વર્કશોપમાં ભાગ લીધેલ. કાર્યક્રમનું સંચાલન ડો.હિમાશું પુરોહિત-RBSK MO મહુવા ધ્વારા કરવામાં આવેલ તેમજ ધારીણીબેન, ગોંડલીયાભાઇ, પ્રતિકભાઇ, હનુમંત હોસ્પીટલનો સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ કચેરી-મહુવાના સ્ટાફે કાર્યક્રમમાં કામગીરી કરેલ. તેમજ ડો આર.જી.નકુમ-SDAA & THO મહુવા ધ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts